Skip to main content

RDCA

Open Gujarat Rapid Chess Championship Under-13 District Selection and Competitions

Event Details

Participation Fee :- ₹300

Event Start Date :- 5 July, 2026
Event Start Time :- 8:30 AM
Event End Date :- 5 July, 2026
Event End Time :- 6:00 PM
Last Date For Registration :- 4 July, 2026
Registration Open Till :- 8:00 PM

રાજકોટ સિટી પોલીસ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન (RDCA) તથા એહસાસ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે મુખ્ય સ્પોન્સર ઓમ્નિટેક એન્જીનિયરિંગ લિમિટેડના CMD શ્રી ઉદયભાઈ પારેખ, કો સ્પોન્સર આર. કે. જૈન ફાઉન્ડેશન તેમજ AVR (વિક્રમ) વાલ્વસ પ્રા. લી. ના ચેરમેન શ્રી વિક્રમભાઈ જૈનના આર્થીક સહયોગથી આગામી દિવસોમાં ચેસ ખેલાડીઓ માટે બે મહત્વપૂર્ણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં ગુજરાતભરના અંદાજીત કુલ જેટલા ૩૦૦ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળશે.

સૌ પ્રથમ ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન તા. ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ પોલીસ હેડક્વાર્ટર હોલ, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. અંડર-૧૩, અંડર-૧૫ અને અંડર-૧૭ કેટેગરીના ખેલાડીઓ માટે ઓપન સ્પર્ધામાં ગુજરાતભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં કુલ રૂ.૧,૨૨,૦૦૦ ના રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. અંડર-૧૩, અંડર-૧૫ અને અંડર-૧૭ એમ ત્રણેય કેટેગરીમાં પ્રથમ ૧૦ ખેલાડીઓને રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે, જ્યારે તમામ ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધા માટે પ્રવેશ ફી ફક્ત રૂ.૨૦૦ રાખવામાં આવી છે અને નોંધણી માટેની અંતિમ તારીખ ૨૭ જૂન, ૨૦૨૬ સાંજે ૦૮.૦૦ વાગ્યા સુધીની રહેશે.

ત્યારબાદ તા. પ જુલાઈ, ૨૦૨૬ ના રોજ પોલીસ હેડક્વાર્ટર હોલ, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાએ અંડર-૧૩ ચેસ ખેલાડીઓની પસંદગી સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા માત્ર રાજકોટ જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ શકશે. છોકરાઓ અને છોકરીઓની અલગ-અલગ કેટેગરીમાં યોજાનારી આ સ્પર્ધામાં ૦૧ જાન્યુઆરી, ૨૦૧૩ અથવા ત્યારબાદ જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છનાર ખેલાડીઓએ તા. ૪% જુલાઈ, ૨૦૨૬ સાંજે ૦૮ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાવું અનિવાર્ય છે. દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે તેમજ તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધા માટે પ્રવેશ ફી ફક્ત રૂ.૩૦૦ રાખવામાં આવી છે અને નોંધણી માટેની અંતિમ તારીખ 0૪ જૂલાઈ, ૨૦૨૬ સાંજે ૦૮.૩૦ વાગ્યા સુધીની રહેશે.

બંને સ્પર્ધામાં દરેક ખેલાડીઓનો રિપોર્ટિંગ સમય સવારે 0૮.૩૦ વાગ્યાનો રહેશે, ટુર્ના્મેટ ૦૯.૦૦ વાગ્યે સ્ટાર્ટ કરવામાં આવશે.

સ્પર્ધાની વિશેષતા એ છે કે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ટોચના બે છોકરાઓ અને છોકરીઓને આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે.

રાજકોટ અને ગુજરાતભરના ચેસ ખેલાડીઓને આ એતિહાસિક અવસરનો લાભ લેવા અને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટના રજીસ્ટ્રેશન અને સ્પર્ધાની વધુ માહિતી મેળવવા માટે જય ડોડીયાને +91 92768 35114 નંબર અને સંસ્થાની વેબસાઇટ https://rajkotchess.com/ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. આ ટુર્નામેન્ટના આયોજન માટે RDCA ના શ્રી પરિનભાઇ, શ્રી નિશ્ચલ સંઘવી, શ્રી પંચમીયા તેમજ એહસાસ ટ્રસ્ટ ના કૂ. કિન્નરીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Location :- પોલીસ હેડકવાર્ટર હોલ, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ